શિહોરી ના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહચાલકો પરેશાન
શિહોરી પાસે થી પસાર થતા નેશનલ હાઇવે પર ઓવર બ્રિજ બનાવવા મા આવેલ છે કારણ કે શિહોરી તાલુકા નું મુખ્ય મથક હોઈ અને ત્યાં ચાર રસ્તા પણ છે ડીસા દીઓદર થરા અને પાટણ એમ ચાર રસ્તા હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવર બ્રિજ બનાવેલ છે. અને નીચે બન્ને બાજુ એ સર્વિસ રોડ અને ગટર લાઈન આપી છે. પરંતુ હાઇવે ઓથોરિટી એ એમને મન ફાવે તેવું સર્વે કરી સર્વિસ રોડ બનાવ્યા છે જેમાં કોઈ લેવલ કર્યા વિના જ રોડ બનાવી દીધા જેથી થોડો વરસાદ થાય એટલે શિહોરી ચાર રસ્તા પર આવેલ પાટણ તરફ જવા માટે મુકેલ નાળા મા પાણી ભરાઈ જાય છે.
આ નાળા મા મોટા ખાડા હોવાથી અને પાણી ભરાયા હોવાથી બાજુ ની સોસાયટી ઓમાથી આવતા લોકો ને શિહોરી બજાર મા જવું મુશ્કેલ બની જાય છે અને નાના બાળકો ને શાળા એ જવું મુશ્કેલ થાય છે. ત્યારે નાના વાહન ચાલકો ને પણ મુસીબત વેઠવી પડે છે પરંતુ હાઇવે ઓથોરિટી વાળા કોઈ પણ કામ કરતા નથી
લોકો એ જણાવ્યું કે હાઇવે ની બન્ને બાજુ બનાવેલ સર્વિસ રોડ રિફ્રેસીંગ કરવા થોડો ઊંચો ઉપાડી ગટર મા પાણી જાય એ રીતે કરવામાં આવે તો રોડ ની બન્ને બાજુ વાહન ચાલકો બાળકો મહિલાઓ ને મુશ્કેલી વેઠવી ના પડે અને ગટરો સાફ કરાવી રોડ નું પાણી ગટર દ્વારા બહાર કાઢવા ની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો ની માગ છે. વધુ મા હાઇવે ઓથોરિટી દ્વારા ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી બનાસકાંઠા કલેકટર દ્વારા હાઇવે ઓથોરિટી પાસે શિહોરી અને થરા બન્ને શહેરો નો પ્રશ્ન હલ કરાવે તેવી માગ છે.