બનાસકાંઠાનું પેટાળ ચીરીને બોરવેલ દ્વારા ઉલેચાતું પાણી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં દરરોજ ૨૪ અને ગ્રામીણ વિસ્તારોમાં ૮ કલાક બોરવેલોમાંથી સતત પાણી ઉલેચાઈ રહ્યું છે. પરંતુ
પાણી રિચાર્જ (જમીનમાં ઉતારવા) ની હજી સુધી કોઈ વ્યવસ્થા જ નથી. તેથી ભૂગર્ભ જળની ક્ષમતા બહારનું પાણી ઉલેચાઈ રહ્યું છે. જેને લઈ ભૂગર્ભ જળ પુરવઠો ખલાસ થવાના આરે પહોંચ્યો છે. રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ૨૪ કલાક થ્રિ ફેજ વીજળી આપવામાં આવે છે. જેથી નગરપાલિકા સંચાલિત અનેક બોરવેલ રાત દિવસ પાણી ઉલેચે છે. એ સિવાય સોસાયટીઓના આગવા બોરવેલ અને મોટા ગામડાઓમાં પણ બોરવેલ ૨૪ કલાક ચાલુ રહે છે.જેના કારણે ઉલટાનું અમૂલ્ય પાણીનો ખુલ્લેઆમ બગાડ થાય છે.જ્યારે ગામડાઓમાં બોરવેલ દ્વારા માત્ર ૮ કલાક વીજળી મળતી હોઈ ૮ કલાક બોરવેલ ચાલુ રાખી ખેતી થાય છે પણ ડાર્ક ઝોન હટયા બાદ શેઢે શેઢે બોરવેલ બની ગયા છે.જેથી અસંખ્ય બોરવેલમાંથી એકીસાથે પાણી ઉલેચાતા ભૂગર્ભ જળની ક્ષમતા બહારનું પાણી ઉલેચાઈ રહ્યું છે. જેના કારણે તળિયે પથ્થર આવી જતા નવા બોરવેલ નિષ્ફળ નિવડવા લાગ્યા છે. પરિણામે ભૂગર્ભ જળ પુરવઠો ખલાસ થવા લાગ્યો છે તેમછતાં કુદરતના ન્યાયના સિદ્ધાંત મુજબ રિચાર્જ એટલે કે જમીનમાં પાણી ઉતારવાની કોઈ વ્યવસ્થા જ નથી.આમ સરકાર અને લોકોની ઘોર લાપરવાહીના પાપે જિલ્લા માથે અભૂતપૂર્વ અને કલ્પનાતીત જળ સંકટનું જાેખમ મંડરાયું છે.

હાલ જિલ્લામાં બોરનું પાણી પીવાલાયક નથી
કેન્દ્ર સરકારના નીતિ આયોગે ગુજરાત સરકાર જળ વ્યવસ્થાપનમાં મોખરે પણ જળ દોહન સામે ચિંતિત નથી તેવો રિપોર્ટ આપી જણાવ્યું છે કે સરહદી જિલ્લામાં સરફેસ પાણીના અભાવે બોરવેલો દ્વારા ભૂગર્ભ ગ્રાઉન્ડનું તળિયાનું પાણી ઉલેચાય છે. જે ક્ષારયુક્ત ટી.ડી.એસ. નાપાસ પાણી પીવાલાયક નથી. જેથી પથરી જેવી પાણીજન્ય બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્યો છે. જે બાબતે સરકાર સાથે પ્રજાના પ્રતિનિધિઓ જાગૃતિ દાખવે તે જરૂરી છે.

વડગામ તાલુકાનું કરમાવાદ સરોવર કોરુંધાકોર
રાજ્ય સરકારની ‘જળ સે નળ’ યોજના વચ્ચે જિલ્લાના વડગામ તાલુકામાં કુદરતી પહાડો વચ્ચે ડેમ જેવું વિશાળ કરમાવાદ સરોવર આવેલું છે. જેમાં નર્મદાના નીર નાખવા રકાર વર્ષોથી અખાડા કરે છે જ્યારે જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં કરોડોના ખર્ચે કાંકરેજના ટોટાણાથી નંખાયેલ પાઇપ લાઇનનો ખર્ચ માથે પડ્યો છે કારણ નેવાના પાણી મોભે ચઢતા નથી. તેમ છતાં હાલ થરાદની નર્મદા કેનાલથી કરોડોના ખર્ચે બીજી પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.