અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં vipદર્શન બંધ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં vip દર્શન બંધ કરાયા છે. Vip પ્લાઝાથી દાન રૂપે પાવતી લઈને દર્શન થતા હોવાનો આક્ષેપ કર્યા હતા. તો અગાઉ કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે 5 હજાર રૂપિયા લઈ vip દર્શનના આક્ષેપ કર્યો હતો. તો અંબાજી મંદિરના વહીવટદારએ નિવેદન આપ્યુ છે કે અત્યારે અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પાવતી આપી vipદર્શન થતા નથી.


તો આ તરફ ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે. ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના 500 અને 250 રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.