ડીસામાં પાંજરાપોળમાં વિકરાળ આગ, લાખોના નુકશાનની શક્યતા

ગુજરાત 165

કોરોના મહામારી વચ્ચે જૂનાડીસા સ્થિત પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રીના સમયે લાગેલી આગમાં મોટુ નુકશાન થવાની આશંકા સેવાઇ રહી છે. મોડીરાત્રે અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે આસપાસના લોકો સહિત પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જે બાદમાં ડીસા-પાલનપુર સહિતના ફાયર ફાઇટરો દ્રારા આગ પણ કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસાના જૂનાડીસામાં આવેલા મહાજન પાંજરાપોળમાં ગઇકાલે રાત્રે વિકરાળ આગની ઘટના સામે આવી છે. કોઇ કારણોસર મોડીરાત્રે લાગેલી આગની ઘટનામાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. હાલ કોરોના મહામારીમાં પાંજરાપોળની કફોડી હાલત વચ્ચે હવે પડતાં પર પાટું જેવી સ્થિતિ બની છે. ઘટનાની જાણ થતાં પાંજરાપોળના સંચાલકો સહિત ટ્રસ્ટીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કોરોના મહામારી વચ્ચે હાલ ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળાની સ્થિતિ દયનિય બની છે. આ તરફ આગની ઘટના સામે આવતાં સંચાલકો સહિતનાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મોડી રાત્રે લાગેલી આગની ઘટનાને લઇ ડીસા નગરપાલિકા-પાલનપુર સહિતના ફાયય ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.