
દાંતીવાડાના ખારા જવાના કાચા રસ્તા પર ઢીંચણ સમા પાણીમા પસાર થવાં ગ્રામજનો બન્યા મજબુર
દાંતીવાડા ના વાવધરા થી ખારા જવાના કાચા રસ્તા પર ભારે વરસાદ થી પાણી ભરાઈ જતાં આજુ બાજુ મા ખેતર, કુવા ના વીદ્યાર્થી અને સ્થાનિકો ને ઢીચણ સમા પાણી મા થઇ પસાર થવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ કાચા રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું છે કે કોઈ બીમાર વ્યક્તિ કે પશુઓ ને સારવાર અર્થે જવું પણ મુશ્કેલ બન્યું છે. પાણી ને લઈ વાહન અવર જવર પણ બંધ થઇ જવા પામી છે. જેને લઇ ગ્રામજનો મા રોષ જોવા મળ્યો હતો.
વધુ મા ગ્રામજનોએ એ આક્ષેપ કર્યો હતો કે આજુબાજુ ના ખેતર માલિકો એ રસ્તા ની બાજુઓ મા માટી નાંખી પાળા કરી દેતા પાણી રસ્તા પર જ ભરાયેલું પડી રહે છે. અને પાણી નો નિકાલ થતો નથી. જેને લઇ ગ્રામજનોએ દાંતીવાડા ટી ડી ઓ ને પણ લેખિત જાણ કરી છે. જેને લઇ ગ્રામજનોએ રસ્તા મા ભરાયેલા પાણી નો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.