ધાનેરાના ભાટીબ ગામે ઝાડ પર લટકેલી ૨૨ ર્વષિય યુવકની લાશ મળતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા
ધાનેરા તાલુકાના ભાટિબ ગામના ૨૨ વર્ષય યુવકનું રહસ્યમય રીતે મોત થતા ગામમાં ચકચાર મચી છે. મૃતકના પરિવારજનોનો યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

ધાનેરા તાલુકાના ભાટીબ ગામે રહેતો ૨૨ વર્ષય ચંદુ ખાભુ નામના યુવકે ગામની નજીક આવેલા જાડી ગામની દલિત સમાજની યુવતીને ભગાડી જઈ તેના સાથે લગ્ન કર્યા હતા. આ મામલે જાડી ગામના યુવતીના પરિવારજનો તેમજ ભાટીબ ગામના યુવકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે આ પ્રેમ પ્રકરણમાં યુવતીને તેના પરિવારજનો પરત લઈ ગયા હતા. ગત બે દિવસ અગાઈ ઘરેથી આ યુવકના મોબાઈલ પર કોઈ વ્યક્તિનો ફોન આવતા આ યુવક ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ આજે સવારે ભાટીબ ગામથી જાડીગામ તરફ જતા રસ્તા નજીક એક ઝાડ પરથી પોતાના શર્ટ વડે ફાંસો ખાધેલી હાલતમાં યુવક મળી આવતા તેનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ સબ ઇસ્પેક્ટર પોલીસના માણસો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતક ચંદુ ઝાડની ડાળી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. દલિત સમાજના આગેવાનો તેમજ પરિવારના સભ્યોએ યુવકની હત્યા કરી મૃતદેહને લટકાવ્યો હોવાના આક્ષેપ પોલીસ સમક્ષ કર્યો હતો.તો આ તરફ બનાવની ગંભીરતા જોતા થરાદ વિભાગના એએ એસપી પૂજા યાદવ ધાનેરા ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લઈ હાલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક યુવકના કાકાએ ધાનેરા પોલી મથકે ફરિયાદ આપી છે. યુવકના મોબાઈલ લોકેશન તેમજ પોસમોટમ રિપોર્ટના આધારે આ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ અર્થે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.