આજે બનાસકાંઠા જિલ્લામાં અસત્ય પર સત્યના વિજયનું પર્વ વિજયાદશમી ઉજવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોનાની મહામારી બાદ નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી બાદ આજે વિજયાદશમીનુ પર્વ પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે ધર્મનો વિજય અને અધર્મનો નાશ તરીકે ઉજવાતા વિજયાદશમી પર્વની ઠેરઠેર ઉજવણી થાય છે આજના દિવસે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ વિભાગ તથા ક્ષત્રિય સમાજ દ્વારા સામુહિક પુજનનું પણ આયોજન કરતાં હોય છે બનાસકાંઠા જિલ્લામાં વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા દશેરાના દિવસે સવારે પરંપરાગત વસ્ત્ર ધારણ કરી શસ્ત્ર પૂજન પણ કરતા હોય છે.  આ ઉપરાંત દશેરાના પર્વે એ જલેબી ફાફડા આરોગવાની પણ પ્રથા રહેલી છે ત્યારે આ વર્ષે વધતી જતી મોંઘવારી વચ્ચે ફાફડા-જલેબીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. જેથી પ્રજાજનોને ફાફડા-જલેબીનો સ્વાદ પણ મોંઘો પડી શકે તેમ છે. વળી દશેરાના દિવસે રાવણ દહન કરવાની પણ વર્ષોની પરંપરા ચાલી આવી રહી છે ત્યારે આ વર્ષે જિલ્લા મથક પાલનપુર ખાતે પણ રાવણ દહનનો કાર્યક્રમનુ આયોજન કરેલું છે.
ફાફડા-જલેબીના ભાવમાં પણ ધરખમ વધારો
આ વર્ષે ખાધાતેલ સહિતના ભાવોમાં વધારો થતા ફાફડા-જલેબીના ભાવો પણ વધ્યા છે સામાન્ય રીતે જલેબી ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો મળતી હતી જે આજે ૧૫૦ થી ૧૬૦ રૂપિયાના ભાવ છે જ્યારે ઘીની જલેબીના ૨૫૦ થી ૩૦૦ રૂપિયા હતા જ્યારે ૩૫૦ થી ૪૦૦ રૂપિયાના જાેવા મળે છે. ઉપરાંત ફાફડાના ભાવ ૨૦૦ રૂપિયા આસપાસ હતા.જે ૩૦૦ રૂપિયા થઈ ગયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.