
જુનાડીસા ગામે વિજયાદશમી ઉત્સવ ઉજવાયો
વિજયાદશમી એટલે વિજયનું પર્વ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિઓના વિજયનું પર્વ, અસત્ય પર સત્યના વિજયનું પર્વ એટલે વિજયાદશમી આજના સમયમાં આસુરી શક્તિ વિભિન્ન સ્વરૂપે આપના રાષ્ટ્ર અને ધર્મ ઉપર આક્રમણ કરી રહી છે તેનો નાશ કરવા માટે દૈવી શક્તિઓની આરાધનાની આવશ્યકતાઓ છે દુનિયાનો કોઈ પણ સિદ્ધાંત શક્તિ વગર સિદ્ધ થતો નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ ઉદ્દેશથી વિજયાદશમી ઉત્સવ ઉજવીને સમાજને સંગઠિત કરી રહ્યો છે.
ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જુનાડીસા મંડળ દ્વારા જુનાડીસા ગામે હનુમાનજી મંદિરથી જુનાડીસાના વિવિધ માર્ગો પરથી પથ સંચલન નીકળવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ.આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સહિત ગામના આગેવાનો પણ આ પથ સંચલનમાં જોડાયા હતા.