ઝાબડીયા ગામે સાપને ગળામાં લપેટી ગીત ગાવાના વિડીયો વાયરલ મુદ્દે બેની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના ઝાબડીયા ગામના એક સિંગરે પોતાના ગળામાં સાપ વીંટાળી ગીત ગાવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વીડિયો વાયરલ થતાં જ ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી હતી અને આ મામલે આજે ગળામાં સાપ વિટોળનાર અને વિડિયો બનાવનાર બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે અવ નવા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા હોય છે ત્યારે તાજેતરમાં જ ડીસા તાલુકા ના ઝાબડીયા ગામના એક સિંગરે ગળામાં ઝેરી સાપ વિટોડી ગીતો ગાતા તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વીડિયો વાયરલ થતાં જ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવી ગયું હતું અને આ મામલે તપાસ હાથ ધરી હતી જેથી આજે ફોરેસ્ટ વિભાગે આ વિડિયો બનાવનાર અને ગળામાં સાપ વિટોડનાર અર્જુન ઠાકોર ઉર્ફે અદેસિંગ વનાજી પરમાર અને વિડીયો બનાવનાર અશોકભાઈ રણજિતભાઈ વણઝારાની અટકાયત કરી વિસ્તરણ રેન્જના ડી.સી. એફ. અભયકુમાર સિંઘએ બને શખ્સોને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.