અસત્ય પર સત્યનો વિજય : પાલનપુરમાં શોભાયાત્રા બાદ રામલીલા મેદાનમાં રાવણ દહન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર: અસત્ય પર સત્યના વિજય ના પ્રતિક સમા વિજયાદશમી પર્વની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દશેરા નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી વચ્ચે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કરી મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોચી હતી. જ્યાં ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહન કરાયું હતું.ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી સાથે નીકળેલી શોભાયાત્રા નું ઠેરઠેર સ્વાગત કરાયું હતું.

આ શોભાયાત્રા મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી. જ્યાં હજારોની મેદનીમાં ભવ્ય આતશબાજી વચ્ચે મથુરાના મુસ્લિમ પરિવારે બનાવેલ ૬૧ ફુટ ઊંચા દશાસન રાવણ અને ૪૧ ફુટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતુ. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આતશબાજી નો આનંદ માણ્યો હતો. રાવણ દહન બાદ લોકોએ ફાફડા જલેબીની જ્યાફ્ત માણી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.