
ડીસા નગરપાલિકામાં ‘વિવાદ’નો અંત ઉપપ્રમુખ સોમવારે ચાર્જ લેશે
ડીસા નગરપાલિકામાં પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા આગામી અઢી વર્ષ માટેના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા પ્રમુખ પદે સંગીતાબેન પ્રકાશ ભાઈ દવે અને ઉપપ્રમુખ પદે શૈલેષભાઈ રાયગોરની વરણી કરવામાં આવી હતી. જાેકે ભાજપ મોવડી મંડળના આ ર્નિણયને લઈ ડીસા ભાજપના બે ગ્રુપમાંથી એક ગ્રુપ નારાજ થયું હતું અને ભારે વિવાદ સર્જાયો હતો. જાેકે આ તમામ વિવાદો વચ્ચે ૧૨ સપ્ટેમ્બરના રોજ નગરપાલિકામાં પ્રમુખપદનો ચાર્જ સંગીતાબેન પ્રકાશભાઈ દવે સંભાળ્યો હતો. પરંતુ ઉપપ્રમુખે ચાર્જ ન લેતા ભાજપમાં જ ડખો પડ્યો હોવાનું સામે આવ્યું હતું.
જાેકે એક મહિના જેટલો સમય વીતી ગયા બાદ હવે મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે અને આગામી સોમવારે ડીસા નગરપાલિકામાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર વિધિવત રીતે ચાર્જ સંભાળશે. ત્યારે ભાજપમાં પડેલા આંતરિક ડખાનો અંત આવ્યો છે. આ અંગે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે અગાઉ યોગ્ય મુરત ના લાગતા મે ઉપ પ્રમુખનો ચાર્જ લીધો ન હતો. પરંતુ હવે સોમવારે વિધિવત રીતે નગરપાલિકામાં ઉપપ્રમુખનો ચાર્જ સંભાળીશ.