વાવના દૈયપ ગામે ગોગા મહારાજ અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
વાવ તાલુકાના સરહદે આવેલા દૈયપ ગામની અંદર પરમાર પરિવાર દ્વારા ગોગા મહારાજ અને સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 14 /07/2024 ની રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ સવારે અષાઢી નૌમના દિવસે સવારે ભવ્ય વરઘોડા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દૈયપ પરમાર પરિવાર દ્વારા તેમના તમામ કુટુંબના સગાવાલાઓને આમંત્રિત કરી અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
Tags goga maharaj india Rakhewal vav