વાવ,થરાદ સહિત સરહદી પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

શનિવારે સાંજે ૬ કલાકે વાવ સહિત સરહદી થરાદ અને ભાભર પંથકમાં અચાનક ફરી હવામાનમાં પલટો આવ્યો હતો.કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી હતી.થોડા સમય પૂરતો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ભર ઉનાળે ૪૩ ડિગ્રી તાપમામન માં વરસાદી માહોલ સર્જાયો હતો વાવમાં ૧૫ મિનિટમાં અંદાજે ૧૦ મી મી જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી તેથી કાળઝાળ ગરમીમાં અકલાયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.કોરોનાના કહેર વચ્ચે સરહદી પંથકમાં ગરમીનો પ્રકોપ વધી પડ્યો છે. ત્યાં સાંજે ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો હતો તેથી આકાશમાં ભારે ગાજવીજ સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો. જેથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.જાે કે પવનના કારણે બાજરી સહિતના પાકોને નુકસાન ની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી પરંતુ કમોસમી વરસાદના પગલે પરસેવે રેબઝેબ લોકોએ રાહત અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.