
વાવ પોલીસે ભાખરી ત્રણ રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી
વાવ પોલીસ સ્ટાફ ગતરોજ ભાખરી ત્રણ રસ્તા ઉપર ટાઉન પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન મળેલ ચોકસ બાતમીના આધારે ઢીમા તરફથી એક વિદેશી દારૂ ભરેલી ક્રેઅટા સફેદ ગાડી નંબર જીજે ૦૧ એચએક્સ ૩૧૫૦ ને રોકવાની કોશિશ કરતા ગાડી ઢીમા તરફ રિવીસમાં ભગાડતા સરકારી ગાડી તેમજ પ્રાઇવેટ ગાડી મારફત કોર્ડન કરી અંતે ગાડીને ઝડપી લીધી હતી. તેની તલસી કરતા ૮૭૫ નંગ વિદેશી દારૂ મોબાઇલ તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂ ૫ લાખથી વધુ કિંમતનો મુદા માલ કબ્જે કરી ચાલક ડુંગરારામ લુભારામ ચૌધરી રહે.સોમારડી તા.ચોટણ જી બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.