સરહદી વાવ તાલુકાના લોદરાની ગામે પાણી માટે વલખાં
પાક બોર્ડર પર સરહદી સીમાડે કસ્ટમ રોડ પર ઉનાળાની ગરમીમાં તાપમાન ૪૫ ડિગ્રી સરેરાશ રહે છે. ૨૦૦૦ ની જન સંખ્યા અને ૧૦૦૦ પશુધન ધરાવતા લોદરાની ગામમાં છેલ્લા ૧૫ દિવસ થી પાણી અનિયમિત અને બહુ ધીમું આવતું હોઇ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પાણી વિના પશુઓના હવાલા ખાલી ખમ જોવા મળી રહ્યા છે.પાણી વિના પશુધન વલખાં મારી રહ્યુ છે. ગામના જાગૃત નાગરિક શ્રવણ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તંત્ર અમારી રાડ ને સાંભળતું નથી. સત્વરે પાણી પૂરતો જથો નહિ ફાળવવામાં આવે તો પશુધન પાણી અને ગરમીને લીધે તરફડીને મોતને ભેટી જશે તો જવાબદાર કોણ?