
અમીરગઢમાં વાજતે ગાજતે સિદ્ધિવિનાયકની સ્થાપના કરાઇ
સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીની સ્થાપનાઓ ઠેર-ઠેર જગ્યા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર જગ્યાએ સ્થાપનાઓ કરવામાં આવી છે. અમીરગઢમાં પરંપરાગત ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ઢોલ નગારા સાથે ગણેશજીની મૂર્તિ ગણેશ ચોક પંચાયત આગળ શુભ મુહૂર્તમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
અમીરગઢમાં પરંપરાગત ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ઢોલનગારા સાથે ગણેશજીની મૂર્તિ શોભા યાત્રા સાથે ફેરવી ગણેશ ચોક પંચાયત આગળ શુભ મુહર્તમાં પંડિતોના મંત્રોચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી. અમીરગઢમાં ભગવાન ગણેશની આસ્થા સર્વ નગરવાસીઓમાં હોઈ અગિયારસ સુધી એટલે કે સાત દિવસ સુધી સવાર અને સાંજે આરતી કરવામાં આવે છે અને રાત્રી દરમિયાન ભજન કીર્તન કરવામાં આવે છે. અગિયારસના દિવસે બઝારો સ્વયભૂ બંધ રાખી વિશાળ વરઘોડા સાથે બેન્ડવાજાના તાલે નાચતા નાચતા ગામપતીજીનું વિશર્જન બનાસનદીમાં કરવામાં આવે છે.