વડગામનો પાણીયારી ધોધ જીવંત બન્યો, દૃશ્યો જોવા લોકોનાં ટોળાં ઊમટ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વડગામનો પાણીયારી ધોધ જીવંત બન્યો છે. ધોધ જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જેના નયનરમ્ય દ્રશ્યો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેને લઇને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી નદીનાળા છલકાયા છે. ત્યારે પાણીયારી ધોધ જીવંત બનતાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાગ્યે જ જોવા મળતા આ દ્રશ્યોને નિહાળવા દુર દુરથી લોકો આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.