વડગામ થી પાલનપુર ખરોડીયા નજીક રોડ પર ખાડો પડ્યો – અકસ્માતની ભિતી
પાલનપુર જતા ગામેગામ આવેલ મોટા બમ્પ દૂર કરવા વાહન ચાલકોની માંગ: વડગામ થી પાલનપુર જતા જ્યાં ખરોડિયા ચોકડી આવે છે ત્યાં ખરોડિયા થી વડગામ તરફ આવતા રોડ છેલ્લા કેટલાય સમયથી ખાડો પડ્યો છે. જેને લઇ દિવસે કે રાત્રે મોટો અકસ્માત સર્જાય તેવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે પાલનપુર જતા રસ્તા ગામેગામ ત્રણ થી ચાર મોટા બમ્પ આવેલા છે. જે બમ્પ દિવાળી પહેલા દૂર કરવા વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના સેવાડા વડગામ તાલુકા માંથી જિલ્લા હાર્દ ગણાતા પાલનપુર જવા માટે વેપારીઓ,નોકરિયાત,વિદ્યાર્થીઓ અને તે સિવાય રોજના હજારો વાહન ચાલકો ખારોડિયા થી પાલનપુર જાય છે. ત્યારે થોડા દિવસ પહેલાં ખરોડિયા ચોકડી નજીક એક ખાડો પડ્યો છે. પણ આ ખાડો પડ્યો તેના થોડો સમય પહેલાં રોડ રિપેર કરનાર એજન્સીએ ત્યાં આડેધડ ડામર નાખી વેઠ વાળી હતી. જેના લીધે ત્યાં થી જાણે મોટો બમ્પ થયી ગયો હોય તેવું થયી ગયું હતું.
ત્યારે લાલા વાડા ચોકડી થી આઇ. ટી.આઇ રોડ પર મોટા બમ્પ અને રોડની હાલત ખરાબ અને ત્યાંથી આગળ આવતા સિટી માં પણ મોટા બમ્પ અને રોડની હાલત ખરાબ હોવાથી વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને જેના લીધે ક્યાંક મોટો અકસ્માત સર્જાય તેવી ભિતી વાહન ચાલકો માં સેવાઈ રહી છે.
બિસ્માર રોડને લીધે ગાડીઓ નું આયુષ્ય ઘટ્યું: આ અંગે કેટલાક વાહન ચાલકો નું કહેવું છેકે જ્યારે આપને ગાડી લઈએ ત્યારે સરકાર આપણી જોડે થી પૂરેપૂરો ટેક્ષ લે છે. અને બીજી બાજુ પેટ્રોલ – ડીજલ ઓછું વપરાય અને પ્રદૂષણ ઓછું થાય તે માટે પ્રયાસો કરી રહી છે. પણ રોડ પર ખાડા અને મોટા બમ્પો ને લીધે ગાડીઓનું આયુષ્ય અડધુ થયી ગ્યું છે. પેટ્રોલ – દિજલ નો ધુવાડો થાય છે. ત્યારે તાત્કાલિક વડગામ થી પાલનપુર જવાના રોડ પર ના ખાડા પૂરી ગામે ગામ આવેલ મોટા મોટા બમ્પ દૂર કરવામાં આવે તેવું જણાવ્યું હતું.