ફોરલેન રોડની સાઇડમાં ભરાતા પાણીનો નિકાલ કરાવવા વિભાગને તાકીદ
થરાદના નાયક કલેક્ટર અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક યોજાઈ હતી.જેમાં તેમના દ્વારા હાઇવેઓથોરીટી વિભાગને ફોરલેન રોડ બનાવવા કરેલા ખાડાઓમાં ભરાયેલા પાણીનો મચ્છરજન્ય બિમારી ફેલાય તે પુર્વે તેનો તાબડતોબ નિકાલ કરાવવાની તાકીદ કરી હતી.થરાદના નાયબ કલેક્ટર કે.એસ ડાભીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સંકલનની બેઠકમાં મામલતદાર દિલીપકુમાર દરજી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચવીજેપાલ, આરએફઓ સેજલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, આરએન્ડબી, વિદ્યુત બોર્ડ સહિતના થરાદ તાલુકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં થરાદ એસટી ડેપોના મેનેજર દ્વારા ડેપોની બાજુમાં આવેલ તળાવમાં ગટરનું ગંદુ પાણી ભરાય છે તેને નિકાલ માટે રજુઆત કરવામાં આવી હતી. નાયબ કલેકટર દ્વારા થરાદ નગરપાલિકાના ટેક્સ ઇસ્પેક્ટર હિરજીભાઈ પટેલને આ પાણીનો કેવી રીતે નિકાલ કઈ રીતે કરવો તેની તપાસ કરાવીને કાયમી માટે આ ગટરનાં ગંદાં પાણીનો નિકાલ માટેની વ્યવસ્થા કરાવી શકાય તે અંગેની સુચના આપી હતી.જ્યારે જીલ્લા કલેક્ટરની તાકીદ છતાં થરાદમાં ફોરલાઈનના રોડની કામગીરી બંધ પડેલી છે.અને તેમાં કરાયેલા ખાડામાં પાણીના ભરાવાના લઇને હેરાનગતિ ઉપરાંત મચ્છરોની ઉત્પતિ પણ થવા પામી છે.આથી આવી કામગીરી લઈને નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે રોડ વિભાગના એસઓ શૈલેષ પંચાલને તાત્કાલિક રોડની કામગીરી અને જે બંને બાજુ ખાડા છે એ ખાડામાં તાત્કાલિક પુરાવી દેવાની સુચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અત્યારે ચોમાસુ ઋતુ ચાલુ છે અને ખાડાઓની અંદર વરસાદી પાણી ભરાઈ ગયું છે અને મચ્છર થશે તેમજ બિમારી પણ ફેલાઇ શકે છે.