
ડીસાના એસસીડબ્લ્યુ સર્કલ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ
ડીસામાં આજે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શહેરના એસસીડબલ્યુ હાઈસ્કૂલ નજીક મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા મૂકીને તેનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શોર્ય અને બહાદુરી માટે ઇતિહાસમાં અમર થઈ ગયેલા વીર યોદ્ધા મહારાણા પ્રતાપને આજે પણ યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે વીર યોદ્ધા એવા મહારાણા પ્રતાપની પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવી હતી.થોડા સમય આગાઉ ડીસાની પોણા બસ્સો વર્ષ જૂની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલનું નામ સ્થાનિક નગરપાલિકા દ્વારા સાધારણ સભામાં ઠરાવ કરીને મહારાણા પ્રતાપ વિધાલય કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સોમવારવા ડીસામાં વસવાટ કરતા ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા શાળાની બહાર આવેલા ચાર રસ્તા નજીક મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્ય પ્રવીણભાઈ તેમજ આ સર્કલનું નામ પણ મહારાણા પ્રતાપ સર્કલ રાખવામા આવ્યું હતું.આ પ્રસંગે ક્ષત્રિય જાગીરદાર સમાજના પ્રમુખ બાદરસિંહ વાઘેલા,પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, મગનલાલ માળી સહિત ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.છેલ્લા ઘણા સમયથી અંગ્રેજોના નામ સાથે જોડાયેલા સ્થળોના નામ બદલીને ભારતીય નામ રાખવાની પ્રથા શરૂ થઈ છે. ત્યારે આજે મહારાણા પ્રતાપ સર્કલ નામ આપ્યા બાદ તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેતા ક્ષત્રિય જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ સહુનો આભાર વ્યક્ત
કર્યો હતો.