
ભાભર પંથકમાં કમોસમી વરસાદે મોટું નુક્સાન વેર્યું
ભાભર પંથકમાં ગત સાંજે અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને ગાજવીજ વાવાઝોડા સાથે વરસાદ પડતાં મોટું નુક્સાન થયું છે. ભાભર તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં કાપણી સમયે ખેતરમાં ઊભેલા બાજરીના પાકને મોટું નુક્સાન થયું છે. જ્યારે તાલુકાના ખારા ગામે મીની વાવાઝોડા એ ઘરોનાં પતરાં ઉડાડ્યા હતા. ખારા ગામના ઠાકોર દેવાભાઈ રતનાભાઈ નામના ગરીબ ખેડૂતના ખેતરમાં રહેણાંક મકાનનાં ૬૦ નંગ સિમેન્ટ ના પતરાં ઉડી જતાં ફૂટી જતાં મોટું નુક્સાન થયું છે. આ બાબતે ગરીબ ખેડૂત દેવાભાઈ ઠાકોરે રડતાં રડતાં જણાવ્યું હતું કે મારે છોકરાં નાના છે અને અમો મંજુરી કરી ગુજરાન ચલાવું છું વાવાઝોડા થી ઘર રહે તેવું રહ્યું નથી સહાય મળે તેવું જણાવ્યું હતું. ભાભર પંથકમાં વારંવાર કમોસમી વરસાદથી ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે. ગત સાંજે થયેલા વરસાદ અને વાવાઝોડા ના કારણે બાજરી પાક, વૃક્ષો ધરાશયી અને મકાનોના પતરાં અને બજારોમાં હોડીગો ઉડ્યા હતા જેના કારણે મોટું નુક્સાન થયું હોવાની ફરીયાદો ઉઠી રહી છે.