
બરફના કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેતીમાં તારાજી સર્જી
કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતોના શિયાળો પાકને મોટું નુકસાન થયું છે. જોકે ગત ચોમાસામાં પણ આવો બરફના કરા નો વરસાદ પડ્યો ન હતો પણ આ ભર શિયાળે ચોમાસાને પણ શરમાવે તેવા વરસાદી દ્રશ્યો ગઈકાલે અંબાજી પંથકમાં જોવા મળ્યા હતા. આ ભારે વરસાદના પગલે ધરતી પુત્રોને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિ નિર્માણ થઇ છે . આ વિસ્તારમાં મહત્તમ ઘઉં, રાયડા જેવા પાક વધુ થાય છે ને હાલ આ પાક તૈયાર થઇને ખેતર માં ઉભેલો હતો ત્યાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી નાખી છે. મહત્તમ ખેડૂતો ખેતીવાડી ઉપર પોતાનો જીવન નિર્વાહ કરે છે ને તેવામાં કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઉભેલો પાક જમીનદોસ્ત થઇ ગયેલો જોવા મળે છે. ઘઉં નો પાક થોડા જ સમય માં ખેતર માંથી લેવાનો હતો ત્યાં વરસાદે ખેતરો માં લચી રહેલા પાકને જમીનદોસ્ત કરી દેતા આદિવાસી ખેડૂતોને મોં માં આવેલો કોળીઓ ઝુંટવાયો હોય તેવી પરિસ્થિતિ હાલ દાંતા તાલુકા માં જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતો મોંઘા ભાવ નું બિયારણ લાવી ખેતીવાડી તો કરી પણ કમોસમી વરસાદે ઉભા પાક ઉપર પાણી ફેરવી દીધું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જ્યાં બીજી તરફ રાયડાનો તૈયાર પાક ખેતરોમાં ઉભેલો હતો તે પણ જમીનદોસ્ત થઇ ગયો છે. જોકે રાયડાનો પાક પાકીને તૈયાર થઇ જતા ખેડૂતો પાક લણી પૂળા બાંધી ખેતરો માંજ મુકેલા હતા ત્યાં પડેલા ધોધમાર વરસાદે કાપેલા પાકને કમોસમી વારસાદના પાણીએ પાણીમાં તરબોળ કરી દીધા છે. જેના કારણે આ પાક હવે નકામો થઇ ગયો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે, ને હવે આ પાક ફરીથી પૂળા માજ ઉગી નીકળશે તેવો ભય સેવી રહ્યા છે. આમ દાંતા પંથક માં તૈયાર થયેલો પાક કમોસમી વરસાદના કારણે નકામો થતો જોવા મળી રહ્યો છે ને ખેડૂતો મોંઘા ભાવ ના બિયારણ થી તૈયાર કરાયેલા પાક બગડી જવાની શક્યતાઓને લઈ સરકાર સર્વે કરાવી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.