
થરાદ-વાવ પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ !
સરહદી થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોમાં ગુરુવારે બપોરના સુમારે વીજળીના ચમકારા તથા કડાકા અને પવનના સુસવાટા વચ્ચે વરસાદ ખાબક્યો હતો. તેવો જ માહોલ શુક્રવારે પણ ગડસિસર સહિતના આજુબાજના ગામોમાં સર્જાયો હતો. જેના કારણે ખેડુતોના ખેતરોમાં રહેલા વિવિધ પાકોને પણ નુકસાન થવા પામ્યું હતું. વરસાદના કારણે ગામના માર્ગો પર પાણીના વ્હોળા રેલાયા હતા. વારંવાર સર્જાતા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે થતા વરસાદથી ખેડૂતોને ખેતરોમાં ભારે નુકસાની થઈ રહી છે. એથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરેલી જાેવા મળી રહી છે.