
બનાસકાંઠામાં ત્રીજા દિવસે કમોસમી વરસાદની બેટિંગ, ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠામાં ત્રીજા દિવસે પણ હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદની બેટિંગ યથાવત છે. જિલ્લા ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ નુકસાન પણ થયું છે. હજુ પણ બે દિવસ ભારે પવન અને વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ગઈકાલે સાંજના સમયે સરહદી વિસ્તાર સુઈગામ પંથકમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ થયો હતો.
ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની 28 મેંથી 30 મે દરમિયાન આગાહી આપવામાં આવી હતી. જે બાદ 28 મેંના દિવસ ભરની ભારે ઉકળાટ બાદ રાત્રીના સમયે ભારે સાથે વરસાદ પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાંથી નુકસાન પોહોચાડ્યું હતું. જેમાં પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં દિવાલ ધરાસાયી તથા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બીજા દિવસે 29 મે ના પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં સરહદી વિસ્તાર સુઈગામ પંથકમાં કરા સાથે વરસાદ થયો હતો.
ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદે વહેલી સવારથી જ બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસની ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.
ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને મહામૂલપાકને નુકશાની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલાક ખેડૂતો મગફળી તેમજ બાજરીના પાકોને લણણીના સમયે જ વરસાદ થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ભારે પવન અને વરસાદના કારણે જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું હોય તેવી વિગતો મળી રહી છે. હજુ બે દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહીની શક્યતાઓ વ્યક્ત કરતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.