કમોસમી માવઠું : વાવેતર કરેલ ખેતરોમાં પાણી ભરાઈ જતાં વ્યાપક નુકસાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પંથકમાં સવારથી જ ભારે ગાજવીજ સાથે કમોસમી માવઠું થયું હતું. સતત ઝરમર ઝરમર વરસાદ વરસતા સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં સક્કરટેટી અને બટાકાના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વહેલી સવારથી જ ડીસા પંથકમાં વાદળછાયું વાતાવરણ થયું હતું. આકાશ પણ કાળા વાદળોથી ઘેરાયા બાદ ધીમીધારે ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યાર બાદ ધોધમાર વરસાદી ઝાપટા પણ પડ્યા હતા અને દિવસભર ઝરમર ઝરમર વરસાદ રહેતા સાંજ સુધીમાં અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉનાળાની શરૂઆત ટાંણે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.

ડીસા તાલુકાના વિઠોદર, એરડાં, કંસારી, રાણપુર સહિત આજુબાજુના ગામડાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને ખેતરમાં પડેલા બટાટાના પાકને અને સક્કરટેટીનું વાવેતર કરેલ ખેતરોમાં પાણી ભરાઈ જતાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે જેને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.