થરાદ ખાતે ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે એસોસિએશન દ્વારા યુનિટ નંબર લગાવવામાં આવ્યા
થરાદ પોલિસ હદ વિસ્તારમાં તાલુકાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં ફરતી ઓટો રીક્ષાઓમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા માટે થરાદ તાલુકા રીક્ષા ચાલક એસોસિએશન દ્વારા પોલીસ મથકે યુનિટ નંબર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
થરાદ ખાતે શ્રમિક બેરોજગારો ઓટો રીક્ષા ચલાવીને પોતાના પરિવાર માટે રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે અમુક બહારથી રિક્ષાઓ થરાદ શહેરમાં પેસેન્જરના સ્વાગમાં ચોર ટોળકિયો આવતી હોય છે ત્યારે થરાદ શહેરમાં જણસી વેચવા તેમજ ખરીદી કરવા આવતા મુસાફરોને બેસાડી અલગ રસ્તાએ લઈ જઈને લૂંટ ચોરી તેમજ અન્ય પ્રકારના ગુન્હાઓ આચરી ભાગી જતા હોય છે જેથી આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા તેમજ રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરીની સુરક્ષા માટે રીક્ષા એસોસિએશન દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ફરતી સ્થાનિક રિક્ષાઓ પર યુનિટ નંબર લગાવવામાં આવ્યા છે. જેથી રિક્ષામાં મુસાફરી કરતા મુસાફરો યુનિટ નંબર જોઈને રિક્ષામાં મુસાફરી કરે જેથી કોઈપણ બાબતનો ભોગ બને નહિ જેના માટે એસોસિએશન દ્વારા આ બાબતે પોલીસ મથકે કાર્યક્રમ યોજવામાં આવ્યો.