અંબાજી ભાદરવી મેળોમાં આસ્થાને અનુરૂપ આયોજન માટે વહીવટીતંત્રની અનોખી સજ્જતા

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી 23થી 27 સપ્ટેમ્બર સુધી યોજનાર અંબાજીના ભાદરવી પૂનમના મહા મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રએ અંબાજી મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અંબાજીના ભાદરવીના મહા મેળામાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુ આવવાની શક્યતા છે અને જેને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જોકે આ વખતે ભક્તોમાં અંબાના કોઈપણ તકલીફ વગર દર્શન કરી શકે તે માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં અંબાજી ભાદરવીના મહમેળાની ગણના થાય છે અને આ મેળામાં લાખો યાત્રીકો અને શ્રદ્ધાળુ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એમાં પગપાળા યાત્રીકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોય છે અને અંબાજીના આવતા બધા રસ્તા પર માનવ મહેરામણ ઉમટે છે. અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓ બોલ મારી અંબે જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે અને લાખો આવનાર શ્રદ્ધાળુઓને લઈને અંબાજી મંદિર વહીવટી તંત્રએ પદયાત્રીઓની અને દર્શનાર્થીઓની સેવા માટે તૈયારીઓને આખરીઓ આપી દીધો છે.


સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાય છે. લાઈટ, દૂધ, પાણી, ભોજન, આવાસ, આરોગ્ય સહિતની તમામ સેવાઓની વહીવટી તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. તો ભક્તો માટે પાણીની, શુધ્ધ ભોજન ,પાર્કિંગ વ્યવસ્થા દર્શન માટે લાઈન વ્યવસ્થા તેમજ મેળાનું જીવંત પ્રસારણ, ગબ્બર પર વિશેષ લાઈટનું સુવિધા અને ટેકનોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુઓ ઓનલાઈન પણ દર્શન કરી શકશે. ત્યારે ભાદરવીના મહા મેળામાં આ વખતે વહીવટી તંત્રએ અનેક નવા પ્રયોગ પણ શરૂ કર્યા છે અને લાખો આવનાર શ્રદ્ધાળુ અને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને માટે તકેદારી રખાઇ છે.ભક્તો માટે વીમા કવચ પણ લેવાયું છે. અંબાજીમાં આવતા પદયાત્રીઓને મફત રીક્ષાની પણ વ્યવસ્થા કરાઈ છે. તો નાના બાળકો માટે આઈકાર્ડની પણ વ્યવસ્થા કરાઈ છે. તો બીજી બાજુ સુરક્ષાને ધ્યાને લઈને 6500 પોલીસકર્મીઓ મેળા માટે તૈનાત કરાયા છે. જેમાં એસપી સહિત, 20 DYSP, 54 પીઆઇ, 150 પીએસઆઇ, 2500 હોમગાર્ડના જવાનો તેમજ 700 જીઆરડીના જવાનો તૈનાત કરાયા છે. તો અંબાજી મંદિર પરિસર તેમજ અંબાજી શહેર અને પાર્કિંગ વિસ્તારો અને રસ્તાઓ ઉપર 400 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. ભક્તો માટે પ્રસાદને લઈને અનેક પ્રસાદ વિતરણ કેન્દ્રો બનાવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.