પોલીસ અને લશ્કરી ભરતીમાં યુવક યુવતીઓને અનોખી પ્રેરણા

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતી અને લશ્કરી ભરતીમાં જાેડાવા માટે યુવાનો અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે ભરતીમાં જાેડાવા ઈચ્છુક યુવક યુવતીઓ માટે ડાવસ ગામનાં સરપંચ જામતાજી અનુપજી ઠાકોર અને ગામના યુવાનો અને ગ્રામજનોના સહકારથી ગામમાં સ્પોર્ટ્‌સ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં લાંબી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. લાંબી દોડના આયોજન પ્રસંગે ઉપસ્થિત ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. ચૌધરી, અશ્વિનભાઈ પરમાર જાગૃતિ ટ્રસ્ટી, આર્મી મેન રસીકજી મેસરા તથા મેડીકલ ઓફિસર સંજયભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમનું ડાવસ ગામનાં સરપંચ સહીત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે યોજાયેલ પોલીસ ભરતી અને લશ્કરી ભરતીઓના પ્રેકટીકલમાં ડાવસ ગામના યુવાન-યુવતીઓને ઉત્સાહ, પ્રેરણા મળે તે હેતુથી લાંબી દોડનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ, યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવું બળ આપવા માટે ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, આગેવાનો, ગામના યુવાનો, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.