જગાણાની સીમમાંથી મળેલા અજાણ્યા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૈસા અને મોબાઇલની લેતી દેતી મામલે હત્યા : આરોપીની અટકાયત
પાલનપુર તાલુકાના જગાણા ગામ ની સીમમાં સાત દિવસ પહેલા અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે: હાલના સમયમાં માણસની જિંદગી જાણે સામાન્ય બની ગઈ હોય તેવી ઘટનાઓ સામે આવે છે. જેમાં લોકો નજીવી બાબતોમાં એકબીજા ની હત્યાઓ કરી નાખી ખૂની ખેલ ખેલી પોતાની જિંદગી પણ વેરાન કરી નાખે છે. ત્યારે સામાન્ય તકરારમાં હત્યા ની ઘટના સામે આવી છે. ગત તારીખ 20 જુલાઈના રોજ પાલનપુર તાલુકા ના ભાગળ જગાણા ગામની સીમમાં એક અજાણા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે મૃતદેહ નો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી.
જોકે, સાત દિવસ બાદ ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં અજાણ્યા ઈસમની રૂ.10 હજાર અને મોબાઈલની લેતીદેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે. મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાભી અને જોગીવાડ ઉદેપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડીયા વચ્ચે 10 હજાર રૂપિયાની લેતીદેતી અને મોબાઈલ ફોનની તકરાર થતા વઘાભાઈની ઈંટના રોડા મારી હત્યા કરી મૃતદેહને સીમ માં ફેંકી દીધો હતો. ત્યારે પોલીસે મૃતદેહ નો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.
જેમાં શંકા નાં આધારે પોલીસે હત્યા કરનાર લાલા બુંબડિયાની પૂછપરછ કરતા લાલા બુંબડીયાએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ત્યારે પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુબંડીયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે. મહત્વનું છે કે સામાન્ય લેતીદેતીમાં હવે એક વ્યક્તિએ બીજા વ્યક્તિએ મોત ને ઘાટ ઉતારી દીધો હતો. તો હત્યા કરનાર જેલ હવાલે થયો છે એટલે નજીવી બાબતે હત્યા કરાતા બંનેના પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે.