કાંકરેજ તાલુકાના અરણીવાડા માં પસાર થતી બનાસ નદીના પટમાં થી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

એક ડમ્પરે તો ઊંબરી બૂકોલી રોડ ઉપર રેતીનો ઢગલો કરી દેતાં સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટર ના પાવડા વડે ખસેડવામાં આવ્યો

કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા અધિકૃત અને બિન અધિકૃત રીતે સતત રેતી ખનન બાબતે અવાર નવાર પાલનપુર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ને ફરિયાદો મળતી હોય છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં થી સાદી રેતી ભરેલા છ ડમ્પરો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓ માં ભારે ફફડાટ ફેલાયો છે,

જોકે હવે અરણીવાડા નદી વિસ્તારમાં થી ડમ્પર નંબર GJ.08.AU.5299

GJ.08.AU.7684

GJ.08.Z.8600

GJ.08.AW.7171

GJ.08.AB.6728

GJ.08.AU.6729 આ તમામ ડમ્પરો ને પાલનપુર ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયા અને ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી ને રેતી ચોરી કરતા ઝડપી પાડયા હતા અને તમામ છ ડમ્પરો ને સીઝ કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ને દંડનીય કાર્યવાહી માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગ ને રિપોર્ટ કરતા માથાભારે ભૂમાફિયાઓ માં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે રેતી ચોરી કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરતાં ભૂમાફિયાઓ ની ચોરીની પોલ ખુલી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.