કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં થી બિન અધિકૃત રીતે રેતી ભરેલ ડમ્પર ને ઝડપી પાડ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી ને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડા થી મુડેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જીજે.૦૮.એ.ડબલ્યુ.૧૫૮૪ ને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયા એ ઉભી રખાવી ને ચાલક ની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પર ને કોઈ પણ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ભરી ને પસાર થઈ રહ્યા છે.
ત્યારે ડમ્પર ને શિહોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી ને દંડનીય કાર્યવાહી કરી ને પાલનપુર ખાણ ખનીજ વિભાગ ની ઑફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બૂમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાજ નજર કરી ને આવિ બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતું ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જેતે વિસ્તારમાં આવેલી રોયલ્ટી વાળી ગ્રામ પંચાયત ના નદી વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે અને હવે અધિકૃત રીતે કે પછી બિન અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકો વાળા તાડપત્રી ઢાંક્યા વિના બેરોકટોક પસાર થઈ રહ્યા છે એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.