અમીરગઢ હાઈવે ઉપર એક્ટિવા પર સવાર બે યુવકો અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ નજીક રાત્રિના સમયે એક્ટિવા સવાર બે યુવતકોને અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બંને યુવકો અમીરગઢથી ધનપુરા પેટ્રોલ પંપ પર નોકરી જતા હતા તે સમયે રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવકો ફંગોળાય અને રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે બંને યુવકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલી ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી.


બનાસકાંઠા જિલ્લાના અકસ્માત સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં અમીરગઢ નજીક નેશનલ હાઇવે ઉપર એક એક્ટિવ બે યુવકો રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપ પર નોકરી જતા હતા તે સમયે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે એકટીવા સવાર ને ટક્કર મારી હતી. ભારે ટક્કરના કારણે એકટીવા રોડ ઉપર પટકાઈ જવાથી એકટીવા પર સવાર બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.બનાવવાની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી બંને યુવકોના મૃતદેહ અમીરગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારને જાણ કરી હતી. પરિવારને અકસ્માતની જાણ થતા નોકરી મુકેલ યુવકને મૃર્ત હાલતમાં જોઈએ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. અમીરગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી આગળ ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.