વડગામના છાપી ગામના વિકાસની જવાબદારી બે મહિલાઓના શિરે

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતમાં સોમવારે નવ નિર્વાચિત મહિલા સરપંચ સહિત કમિટી મેમ્બરોએ તાલુકા પંચાયતના જુ. કા. એ.એચ. બિહારી (આઈ.સી.ડી.સી) તલાટી મહેશભાઈ ડેલની ઉપસ્થિતિમાં સમર્થકોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. છાપી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ સોમવારે નવનિર્વાચિત સરપંચ સહિતના કમિટી સભ્યોની પ્રથમ બેઠક પંચાયતના હોલમાં મળી હતી જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે જેતુનબેન મહેમુદભાઈ નેદરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. દરમિયાન સોમવારે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટાયેલા મહિલા સરપંચ નીતાબેન મુકેશભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ જેતુનબેન નેદરિયા સહિતના નવનિર્વાચિત સભ્યોનું શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેન્કના ચેરમેન પંકજભાઈ શાહ પંચાયતના પૂર્વ સભ્યો ગામના વરિષ્ઠ નાગરિકો વિવિધ સમાજના આગેવાનો સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાેકે વિકાસના નવા આયામ સાથે વડગામ તાલુકા વિકસિત ગણાતા છાપી ગ્રામ પંચાયતમાં પ્રથમવાર સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે મહિલાઓએ કાર્યભાળ સંભાળી વિકાસની ગતિને વેગ આપશે.

પંચાયતના વિકાસમાં નવી પહેલ છાપી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પરિવર્તન પેનલના આગેવાન પંકજભાઈ શાહએ જાહેરાત કરી નવી પહેલ કરી હતી તે મુજબ તેઓના અધ્યક્ષસ્થાને એક સોળ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જેમાં પંચાયત ના કોઈ પણ કામ કરવા માટે કમિટી નક્કી કરશે તે કામ ચૂંટાયેલ સરપંચ સહિત ની બોડી કરશે જેને લોકોએ વધાવી હતી કમિટીના અધ્યક્ષ તરીકે છગનલાલ મહેશ્વરીને જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.