
ડીસાના ભોયણ ગામના પાટીયા પાસે બોલેરો ગાડી પલ્ટી ખાતા બેને ઇજા
ડીસાના ભોયણ ગામના પાટીયા પાસે અકસ્મતોના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે બે દિવસ અગાઉ પણ ઊંટ અચાનક વચ્ચે આવી જતા એસટી બસ સાથે ટકરાયો હતો જો કે આ બનાવવામાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે ઊંટ ને ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતુ ત્યારે બીજો બનાવ શુક્રવારે સવારે બનવા પામ્યો હતો જેમાં બોલેરો ગાડીનો ચાલક બાઈક સવારને બચાવવા જતા બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ હતી જેથી ગાડીમાં સવાર બે શખ્સોને ઇજાઓ થતા તેમને સારવાર ખસેડાયા હતા
પાલનપુર તરફથી એક બોલેરો ગાડી ડીસા તરફ આવી રહી હતી તે દરમિયાન ભોયણ ગામના પાટીયા પાસે થી પસાર થઈ રહી હતી ત્યારે રોડ વચ્ચેના ડિવાઇડર વચ્ચે આપેલ ખાચા માંથી એક બાઇક ચાલક નીકળવા જતા તેને બચાવવા માટે બોલેરો ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી અને ડિવાઇડર સાથે ટકરાઈ હતી આ અકસ્માતમાં ગાડીનો ભૂકો થઈ ગયો હતો અને ગાડીમાં સવાર બે શખ્સોને ઇજાઓ થતા તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા