પાલનપુરના ગઢ ગામે શિક્ષિકાના બંધ મકાનમાં ચોરી કરનાર બે ઇસમો ઝડપાયા
પોલીસે સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર અને ખરીદનાર ત્રણની અટકાયત કરી
ગામના જ બે તસ્કરો પાસે અને વેપારી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો
પાલનપુર તાલુકાના ગઢ ગામે રહેતી એક શિક્ષિકા દિવાળી વેકેશનને લઇ વડોદરા ખાતે તેમની માતાને મળવા ગઇ હતી દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા જે અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી ગણતરીના દિવસો ચોરીને અંજામ આપનાર બે ઈસમો તેમજ ચોરીનો માલ ખરીદનાર સહિત ત્રણ ઇસમોની અટકાયત કરી છે.
પાલનપુરના ગઢ ગામે કેળવણી મંડળ સંચાલિત સ્કૂલમાં પ્રાઇવેટ શિક્ષકા તરીકે નોકરી કરતા સરસ્વતી તાલુકાના મેસર ગામના ભાવનાબેન ભરતકુમાર પંચાલ જેનો ગઢ ખાતે મેઘદૂત સોસાયટીમાં ભાડે રહે છે જોકે શાળામાં દિવાળી વેકેશનને લઇ આ શિક્ષકા તા.26 ઓકટોબરના રોજ વડોદરા તેમની માતાને મળવા ગયા દરમ્યાન તા.4 નવેમ્બરની રાત્રે અજાણ્યા તસ્કરોએ ગઢ ખાતે શિક્ષિકાના બંધ મકાનનું તાળું તેમજ પેટીનો નકુચો તોડી તેનાથી દોઢ તોલા સોનાની એક ચેઇન, બે તોલાની એક જોડ સોનાની બંગડી, ચાંદીની ત્રણ જોડ પાયલ,ચાંદીનો ઝૂડો બે મોબાઈલ સહિત કુલ.રૂ.49600 ના મુદ્દામાલની ચોરી કરી રાત્રીના અંધારામાં પલાયન થઇ ગયા હતા.
બનાવ અંગે શિક્ષિકાએ ગઢ પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવતા ગઢ પી.આઈ કે.એમ.વસાવાએ તસ્કરોને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી હ્યુમન સોર્સના આધારે ગઢ ખાતે રહેતા દેવાભાઇ જેસુંગભાઇ કાતરીયા (ચોધરી) અને ગઢમાં ખસા રોડ પર રહેતા ધવલજી હારજીજી ઠાકોરને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતાં તેમને આ ચોરીની કબૂલાત કરી હતી અને ચોરીનો માલ પાલનપુરમાં મોટી બજાર જૈન દેરાસર પાસે રહેતા વેપારી મહેન્દ્રકુમાર ગણેશભાઈ શાહ (જૈન)ને વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ચોરીના મુદ્દામાલ વેપારીને ઝડપી પાડી ત્રણેય આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી