
કાંકરેજનાં ખીમાણામાં તસ્કરોનો તરખાટ એક રાતમાં બે મંદિરોને નિશાન બનાવ્યા
છેલ્લા ચાર પાંચ દિવસથી હાડ થીજવતી કાતિલ ઠંડીનું જાેર વધતાં ચોરોનું જાેર પણ વધ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.ત્યારે ગત મોડી રાત્રે કાંકરેજના ખીમાણા ગામે તસ્કરોએ બે મંદિરોને નિશાન બનાવ્યાં છે. જેમાં તસ્કરો હનુમાનજીના મંદિરમાંથી દાન પેટી ઉઠાવી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરવામાં સફળ રહ્યા હતાં.તો વળી બીજી તરફ જૈન દેરાસરનાં મંદીરનાં દરવાજાનું તાળું તોડ્યું હતું. જાેકે મંદિરના દરવાજાનો બીજુ લોક નહીં તૂટતાં ચોરોને વીલા મોંઢે પાછા વળવાનો વારો આવ્યો હતો. અને જૈન દેરાસરમાંથી ચોરી થતાં અટકી ગઈ હતી. બનાવની જાણ વહેલી સવારે ગામલોકોને થતાં ખીમાણાનાં ગામ આગેવાનો દ્વારા બનાવની જાણ શિહોરી પોલીસ ને કરવામાં આવતા શિહોરી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.અને આગળ ની વધુ તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.