ધાનેરા તાલુકામાં બે શિક્ષકો સતત એક વર્ષથી ગેરહાજર ત્રણ – ત્રણ વખત નોટિસ
ધાનેરા તાલુકાના ગોલા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ શીતલબેન ઘનશ્યામભાઈ ઓગસ્ટ 2023 થી ગેરહાજર છે. અને હડતા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ શ્રધ્ધાબેન ભરતભાઈ પણ સપ્ટેમ્બર 2023 ગેરહાજર છે. આ બંને શિક્ષિકાઓને તંત્ર દ્વારા સતત ગેરહાજર રહેવા પર ત્રણ ત્રણ વખત નોટિસો પાઠવવામાં આવી છે. તેમ છતાં હાજર ન થતા હવે આખરી નોટિસ પાઠવવામાં આવી છે. અને છતાં હાજર નહિ થાય તો કડક પગલાં લેવામાં આવશે. ત્યારે ગોલા ગામના લોકોમાં એવી પણ ચર્ચા જાણવા મળી રહી છે. કે છેલ્લા એક વર્ષથી ગેરહાજર શિક્ષિકા શીતલબેન પટેલ પણ વિદેશની સહેલગાહે છે.
ધાનેરા તાલુકામાં વિવિધ શાળાઓમાં ભણાવતા શિક્ષકો મોટાભાગે સાબરકાંઠા, મહેસાણા અને પાલનપુર જેવા ઘણા દૂરના સેન્ટરોથી અપડાઉન કરે છે. અને તેથી શાળાએ પહોંચે ત્યારે લાંબી મુસાફરીના કારણે થાકના લીધે બાળકોને ભણાવવા સ્ફૂર્તિ દાખવી શકતા નથી જેથી બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી ત્યારે સરસ્વતીના ધામમાં જેમને કાર્ય કરવાનું હોય છે તેઓ નૈતિકતામાં રહીને કાર્ય કરે તે ખૂબ જરૂરી છે.