સિધ્ધપુરના ખળી ચાર રસ્તા નજીકથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા, વિવિધ દિશામાં તપાસ શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી મેગા શહેરો માથી માદક પદાર્થ ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આ માદક પદાર્થના વેચાણ નું નેટવર્ક હવે નાના શહેરોમાં પણ સ્થાપિત થયું હોય તેમ પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરના ખળી ગામ તરફ આવા માદક પદાર્થ નો જથ્થો લઈને ડીલેવરી આપવા નીકળેલા એક શખ્સને સિદ્ધપુર પોલીસે આબાદ ઝડપી લેતા પ્રકાશમાં આવવા પામ્યો છે. આ બાબતે મળતી હકીકત મુજબ ગત તા. ૧૯/૦૧/૨૦૨૩ ના કલાક ૨૨/૩૦ થી તા-૨૦/૦૧/ ૨૦૨૩ ના ૪/૪૦ કલાક ના સમય દરમીયાન મહેસાણા-પાલનપુર હાઇવે રોડ નજીક સર્વિસ રોડ ઉપર સિધ્ધપુરના ખળી ગામ તરફ જવાના રસ્તા નજીક થી ધમડારામ કેશરારામ ગોદારા નામનો શખ્સ ઉઝાથી ડ્રગ્સ નામનો માદક પદાર્થ લઈને સિધ્ધપુર તાલુકાના નેદરા ગામના ખોરજીયા સાઉદભાઈ સહીદભાઈ ને ડિલિવરી આપવા આપવાનો હોવાની સિધ્ધપુર પોલીસને ચોકકસ બાતમી મળતા સિધ્ધપુર પોલીસ દ્વારા ઉપરોક્ત માગૅ પર વોચ રાખી બાતમી મુજબના શખ્સોને એસેન્ટ ગાડી નં. એમ. એચ.૦૩-એ.આર.૨૧૪૦ અને મોટર સાયકલ નં.જી.જે.૨૧- આર-૫૮૯૯ સાથે આબાદ ઝડપી તેમની તલાસી લેતા તેમની પાસે થી માદક પદાર્થ ડ્રગ્સનો ૧૩.૧૦ ગ્રામ જથ્થો કિ. રૂ. ૧,૩૧ લાખ નો મળી આવતા પોલીસે એસેન્ટ ગાડી,મોટર સાયકલ, બે મોબાઇલ મળી કુલ રૂ. ૩,૦,૨૧૦૦ મુદામાલ જપ્ત કરી ધમડારામ કેશરારામ ગોદારા હાલ રહે.ઉઝા મૂળ રહે. રાજસ્થાન અને ખોરજીયા સઉદભાઈ સહીદભાઈ રહે.નેદ્રા વાળાની અટકાયત કરી ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે અને આ કેસમાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી મેગા શહેરો માથી ઝડપાતા માદક પદાથૅ નું નેટવર્ક હવે નાના નાના શહેરો મા ફેલાયું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી આ બદીને ડામી દેવામાં આવે તેવી લોકો મા માગ પ્રબળ બનવા પામી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.