
ધરપડા ગામમાંથી દારૂ બિયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા એલસીબી ની ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા ગામોમાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરી અને તેના વેચાણને અટકાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે એલસીબી ની ટીમ ડીસાના ધરપડા ગામના મકાનમાં દરોડો પાડી બિયર અને દારૂની ૮૮૮ બોટલ સાથે બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા અને દારૂ મંગાવનાર દારૂ આપનાર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.બનાસકાંઠા એલસીબીના પી આઇ ડી આર ગઢવી ની સૂચનાથી ટીમ ના મુકેશ પરમાર કાનસિંહ સંજયભાઈ મિલનદાસ સાધુ સહિતની ટીમ શનિવારે મોડી સાંજે ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના ધરપડા ગામે એક ઘરમાં દારૂનું મોટા પ્રમાણમાં સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવે છે
જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ધરપડા ગામે જઈ એક મકાનમાં દરોડો પાડતા અંદરથી દારૂ અને બિયરની ૮૮૮ બોટલ મળી આવી હતી પોલીસે બે શખ્સોની અટકાયત કરી દારૂનો જથ્થો મોબાઈલ ફોન મળી કુલ ૯૭,૩૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અલ્પેશજી લવિંગજી ઠાકોર રહે ધરપડા ભરતજી મીરખાનજી ઠાકોર રહે ધરપડા વાળા ની અટકાયત કરી અને આ દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ઉતારનાર સહિત કુલ પાંચ શખ્સો સામે ગુનો નોધી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.