
ધાનેરાના ઘરણોધર ગામ પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત બે લોકોના મોત
ધાનેરા તાલુકાના ધરણોધર ગામ પાસે શનિવારે સવારના સુમારે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બન્ને લોકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સરકારી હોસ્પીટલ ખાતે લોકોન ટોળે ટોળા ઉમટી પડ્યા હતા..
ધાનેરા તાલુકામાં અકસ્માતોનો સિલસિલો વધી રહ્યો છે. ત્યારે શવિવારે એક નવો અકસ્માત થતાં બે લોકોના મોત નિપજતા લોકોમાં અરેરાટી જોવા મળી હતી. ધાનેરાના ધરણોધર ગામ પાસે શનિવારે સવારે બાઇક નં- જી.જે.૦૮ બી.કે. ૯૮૮૦ તથા મારુતી કાર નં- જી.જે. ૦૬ એફ. ક્યુ. ૨૮૮૯ વાળા સામે વળાંકમાં અકસ્માત સર્જાયો હતો અને આ બન્ને વચ્ચે અકસ્માત થતાં ભારે ધડાકો થયો હતો અને જેમાં બાઇકના કુરચા ઉડ્યા હતા ત્યારે બાઇક ઉપર બન્ને સવારો દુર ફંગોળાયા હતા અને આ ઘડાકો થતાં લોકો પણ દોડી આવ્યા હતા અને બન્ને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પીટલ ખાતે લવાયા હતા પરંતુ બન્ને લોકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા અને હોસ્પીટલમાં આવ્યા પછી બન્નેની ઓળખ થતાં એક આલવાડા ગામના ચોપાભાઇ મદરુપજી પુરોહિત ઉ. ૫૦ તથા બીજા નાની ડુગડોલના જોગાભાઇ માદેવાભાઇ રબારી ઉ. ૩૫ હોવાનું જાણવા મળતાં તેમના પરીવારજનો ને જાણ કરવામાં આવતા ધાનેરા સરકારી હોસ્પીટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલિસે આ અકસ્માત ની તપાસ હાથ ધરી હતી અને બન્ને મરણ ગયેલના પોસ્ટ મોટમ કરીને તેમની લાસને તેમના પરીવારજનો ને સુપરત કરી હતી. આ બાબતે ધાનેરા પોલિસ ઇસ્પેક્ટર આત્મારામ દેસાઇ એ જણાવેલ કે પોલીસ હંમેશા બાઇક ચાલકોને હેલમેટ પહેરવા માટૅ વિનંતી કરતી હોય છે પરંતુ પોતાની રક્ષા માટે પણ પહેરતા નથી માટે તમામ ટુ વહીલર ના ચાલકોને વિનંતી છે કે હેલમેટ ફરજીયાત પહેરો અને પોતાનું જીવન બચાવો.