પાલનપુર ના બે વ્યાખોરો એ બે લાખની મૂડી સામે પાંચ લાખ વ્યાજ વસુલતા પીડિતે ફરિયાદ નોંધાવી
વારંવાર ઉઘરાણી કરી જાનથી મારવાની ધમકી ઉચ્ચારી : વ્યાજખોરો એ બે કોરા ચેક લઈ રૂ. ૫૦ ના સ્ટેમ્પ ઉપર અઢી લાખ ની રકમ લખ્યા ના પીડિતે આક્ષેપ કર્યા
વડગામ તાલુકાના એક ઇસમે ત્રણ વર્ષ પૂર્વે પાલનપુર તેમજ વગદા ના ઇસમ પાસે દશ ટકા ના વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. જોકે વ્યાજખોરો એ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજે નાણાં લેનાર ઇસમે છાપી પોલીસ મથકે બે વ્યાજખોરો વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી.
વડગામ તાલુકા ના માલોસણા ગામ ના કેશવલાલ રામાભાઈ મેજિયાતરે વર્ષ ૨૦૨૧ માં નાણાં ની જરૂર પડતા પાલનપુર તેમજ વગદા ના ઈસમો પાસે રૂ. ૨ લાખ ની રકમ દશ ટકા ના વ્યાજે લીધા હતા. વ્યાજે નાણાં લેનાર ઇસમે દર મહિને દશ ટકા મુજબ વ્યાજ ની રકમ ફોનપે ઉપર આપેલ હતી. રૂ. ૨,લાખની રકમ સામે કુલ રૂ. પાંચ લાખ વ્યાજ ચૂકવવા છતાં વ્યાજે નાણાં ધીરનાર ઈસમો વ્યાજ ની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજ ની રકમ આપી કંટાળી જતા વ્યાજે રકમ લેનાર ઇસમે રાજેશકુમાર પ્રવીણભાઈ ચૌહાણ રહે.પાલનપુર તેમજ મહેન્દ્રભાઈ રાવલ રહે.વગદા તા.પાલનપુર વિરુદ્ધ સતત ધમકી તેમજ વ્યાજ સહિત ની રકમ ની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ.પી.દેસાઈ એ તપાસ શરૂ કરી હતી.