
પાલનપુરમાં મહિલાના ગળામાંથી ચેન ખેંચી ભાગતાં બે શખ્સો કેમેરામાં કેદ
પાલનપુર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાની ચેનની તફડંચી કરનાર બે બાઈક ચાલકો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ બંને શખ્સોનો પત્તો મળે તો તાત્કાલિક પોલીસ મથકે જાણ કરવા માટે પોલીસે તાકીદ કરી છે.
વિદ્યામંદિર નજીક આવેલ ભવદીપ સોસાયટીમાં ગુરુવારે બપોરના સુમારે બે અજાણ્યા શખ્સો એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની તફડંચી કરી હતી. આ અંગે પોલીસ પથકના સૂત્ર જણાવ્યું હતું કે બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જો આ બંને શખ્સો ક્યાંય પણ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.