રાજસ્થાન ની માવલ ચેકપોસ્ટ પર સાત કરોડ થી વધુ ની રકમ સાથે મહેસાણાના બે શખ્સો ઝડપાયા
સાત કરોડ જેટલી મોટી રકમ હોવાના કારણે રકમ કાઉન્ટીગ માટે બેન્ક થી મશીન મંગાવવા પડ્યા
સિરોહી જિલ્લાના આબુરોડ રિકો પોલીસ સ્ટેશને ગુરુવારે બપોરે 3 વાગ્યે માવલ ચોકી પર મોટી કાર્યવાહી કરી અને એક કારમાંથી હવાલાની સાત કરોડ ની આસપાસ રકમ જપ્ત કરી. પોલીસે આ કેસમાં કારમાં સવાર બે યુવકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. રિકો પોલીસ સ્ટેશન ઓફિસર સીતારામે જણાવ્યું કે એસપી અનિલ કુમાર બેનીવાલની સૂચના પર રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર સ્થિત માવલ ચોકી પર નાકાબંધી કરવામાં આવી હતી.
નાકાબંધી દરમિયાન બપોરે 3 વાગ્યે એક કારને અટકાવવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કાર ચાલક અને અન્ય યુવકો શંકાસ્પદ જણાતા કારની સઘન તલાશી હાથ ધરવામાં આવી હતી. સર્ચ દરમિયાન કારના ડ્રાઈવર અને તેની બાજુની સીટ નીચે એક ખાસ બોક્સ બનાવવામાં આવ્યું હતું. સીટ ઉપાડીને તલાશી લેતા પૈસા મળી આવ્યા હતા. બોક્સ 500 રૂપિયાની નોટોના બંડલથી ભરેલું હતું. આ પછી કારને જપ્ત કરવામાં આવી હતી અને બંને યુવકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પૈસાની ગણતરી માં આ રકમ સાત કરોડ રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન છે. આટલી મોટી રકમ હોવાના કારણે રકમ કાઉન્ટીગ માટે બેન્ક થી મશીન મંગાવવા પડ્યા હતા. ધરપકડ કરાયેલા યુવકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેમને કાર અને હવાલાનો જથ્થો દિલ્હીના ધૌલા કુઆનમાં મળ્યો હતો, જે અમદાવાદમાં ડિલિવરી કરવાની હતી.
અહેવાલ :- ઇમરાન લુહાર (ઈકબાલગઢ)