ડીસાના ભોંયણમાંથી ચોરેલા બાઈક સાથે બે શખ્સોની ધરપકડ
જિલ્લા એલસીબી પોલીસે બાઈક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો; જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા એલસીબી પીઆઈ વી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઇ એસ. બી. રાજગોર, પો. કો. જોરાવરસિંહ, કાનસિંહ, મુકેશકુમાર વગેરે આજરોજ ડીસા વિસ્તારમાં મિલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ડીસા શહેરના રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઇસમો પોતાના કબ્જામાં રહેલ બાઈક (નં. GJ 01 UX 4397) ચોરી કે છળકપટથી મેળવેલ હોઇ સસ્તા ભાવે વેચવા ફરે છે અને ગાયત્રી મંદિર તરફથી આખોલ ચોકડી તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે સજાવટ ફર્નીસિંગ શોરૂમ આગળ વોચ ગોઠવી હતી.
તે દરમ્યાન બાઈક આવતા પ્રકાશભાઈ બળદેવભાઈ લુહાર (રહે. ટેકરા હાલ ભોંયણ તા.ડીસા) અને અજયભાઈ અશોકભાઈ લુહાર (રહે.ધાનેરા) ને બાઈકના માલિકી પણા બાબતના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ. પછી તેમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેમણે તેમના કબ્જામાં રહેલ બાઈક એક દિવસ અગાઉ ભોયણ ગામની સીમમાં આવેલ આશાપુરા સોસાયટી ભાગ-૧ માંથી ચોરેલ હોવાનુ કબુલેલ.જેથી બાઈક અંદાજે કિંમત રૂ.૪૦,૦૦૦/-ની ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-106 (1) મુજબ કબ્જે કરી બન્ને વિરુદ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-35 (1) ઇ મુજબ ગુનો નોંધી ડીસા શહેર ઉત્તર પો.મથકે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ એલસીબી પોલીસે બાઈક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો હતો.