અમીરગઢ ના ખારા માનપુરીયા ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતાં મોત
અમીરગઢ તાલુકાના ખારા માનપુરીયા ગામના બે બાળકો તળાવ માં ડૂબી જતા મોત થતા ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ ના ખારા માનપુરીયા ગામ પાસે આવેલ તળાવ મોત નું તળાવ બનવા પામ્યું હતું. આજે વહેલી સવારે પરિવાર સાથે દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે બાળકો પાણી માં ગરકાવ થતા મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
આ ઘટના આજે સવારે શ્રાવણ માસ દરમિયાન દશામાનો છેલ્લો દિવસ હોવાથી બંને બાળકો પરિવાર સાથે દશા માની મૂર્તિ પાણીમાં પધરાવવા જતા ઘટના બનવા પામી હતી. આ તળાવ ખારા માનપુરીયા ગામ ના નજીક આવેલ તળાવ માં બંને બાળકો ડૂબનાર સગાભાઈ ઓ હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવાર ના બે સગા ભાઈઓ તળાવમાં ડૂબી જતાં પરિવાર માં માતમ છવાયો હતો. અને આખા ગામ માં ઘેરા શોક ની લાગણી છવાઈ ગઈ હતી. બે બાળકો તળાવમાં ડૂબી જતા સ્થાનિક તૈરવેયાની મદદથી બે બાળકો ને પાણીમાંથી બહાર નીકાળી ને 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા બાદ ત્યારે ડોક્ટરે બન્ને બાળકો ને મૃત્યુ જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી જવા પામ્યો હતો.