અમીરગઢ નજીક બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના રામજીયાણી બસ સ્ટેન્ડ પાસેથી બાઈક પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ લઇને જતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં અમીરગઢ પોલીસને મળેલી બાતમી આધારે શંકાસ્પદ બાઈક રોકાવી ચેક કરતા ૧૬ હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદ્દામાલ સહીત બે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિદેશી દારુની હેરાફેરી રોકવા આપેલ સુચના અંતર્ગત અમીરગઢ પીઆઈ એમ.આર.બારોટના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિસન લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે રામજીયાણી બસ સ્ટેન્ડ નજીક વોચમાં હતા દરમ્યાન બાતમી વાળુ હિરો બાઈક (ય્ત્ન – ૦૮ – ઝ્રઈ – ૮૭૯૫) આવતાં તેને ઉભુ રખાવી ચેક કરતાં બન્ને બાજુ વિમલના થેલા લટકાવેલ હતા. જે ચેક કરતાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ટીન ૧૬૮ (કિંમત કુલ ૧૬૯૯૨) સહીત કુલ ૬૬૯૯૨ રૂ.નો મુદ્દામાલ કબ્જે કરી કાન્તીસિંહ ચૌહાણ (રહે.ચૌહાણગઢ તા અમીરગઢ ) અને અંકેશસિંહ ચૌહાણ (રહે.ચૌહાણગઢ તા.અમીરગઢ) ને અતીથી હોટેલની બાજુમા આવેલ ઠેકા ઉપરથી માહીરામ બિશ્નોઈએ એકબીજાના મેળાપીપણામાં પ્રતિબંધીત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી બે ઈસમો પકડાઇ ગયેલ. જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.