અમીરગઢ બોર્ડર પરથી માદક પદાર્થ મેકડ્રોન સાથે બે ઝડપાયા
કુલ ૯,૨૦,૩૦૦ નો મુદામાલ જપ્ત
અમીરગઢ બોર્ડર પર રૂટિન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ક્રેટા ગાડીને રોકાવી ચેકંગ કરતા મેકડ્રોન સાથે બે ઝાલોરના વ્યક્તિ પકડાયા
અમીરગઢ બોર્ડર રાજસ્થાન અને ગુજરાતને જોડતી અતિસવેદનશીલ બોર્ડર તરીકે જાણીતી છે. અવાર નવાર અહીંયા કેફે પીણાં અને માદક દ્રવ્યોની હેરફેર થતી હોય છે ત્યારે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે જણાતું હોય આવા ગેરકાનૂની કામોને રોકવા માટે આવતી ગાડિયોને ચેકિંગ કરવામાં આવે છે.
ત્યારે આજ રોજ રાજસ્થાન તરફથી આવતી ક્રેટા ગાડીની તપાસ કરતા ગાડીની અંદર બેઠેલા બીજા વ્યક્તિ જોડે જમણા ખીસાંમાં પારદર્શક જીપલોક વાળી પ્લાસ્ટીકની થેલીમાં માદક પદાર્થ મેકડ્રોન ૧૧ ગ્રામ જેની કિંમત ૧,૧૦૦૦૦તથા અન્ય કિંમત મળી કુલ મુદામાલ ૯,૨૦,૩૦૦ સાથે જાલોરના બે વ્યક્તિ સહિત માલ મંગાવનાર અને માલ આપનાર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટેન્સીસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.