ડીસાના રાજપુરમાં જોખમી વીજ થાંભલાને લીધે બે પશુઓ મોતને ભેટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થાંભલો બદલવાની સ્થાનિક રહીશોની માંગ: ડીસાના રાજપુર ખારા કૂવા પાસે આવેલ વીજ થાંભલામાં કરંટ આવતો હોવાથી દર વર્ષે નિર્દોષ પશુઓનો ભોગ લેવાય છે. તાજેતરમાં પણ બે બકરીઓને કરંટ લાગતા મોતને ભેટી હતી. પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા થાભલો ન બદલતા રહીશોમાં વીજ કંપની સામે રોષ ફેલાયો છે.

ડીસાના બડાપુરા વિસ્તારમાં રહેતા જફરભાઈ કુરેશીની બે બકરીઓ ત્યાંથી પસાર થતી હતી ત્યારે આ થાભલામાં કરંટ આવતા બે બકરીઓ મોતને ભેટી હતી. જે અંગે વીજ કંપની સામે ફરિયાદ પણ કરી હતી. ત્યારે વીજ કંપનીએ આશ્વાસન આપી ટુંક સમયમાં થાભલો બદલવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી થાંભલો ન બદલતા સ્થાનિક રહીશોમાં વીજ કંપની સામે રોષ ફેલાયો છે.

અહીં આજુ બાજુમાં આઠથી દસ ઘર પણ આવેલા હોવાથી નાના બાળકો દિવસમાં કેટલીય વાર પસાર થાય છે જેથી ગંભીર ઘટના સર્જાય તે પહેલા વીજ કંપની દ્વારા તાત્કાલિક થાભલો બદલવામાં આવે તેવી જન માંગ છે.

ગત વર્ષે સ્થાનિક રહેવાશી રિઝવાનાબેન શેખને પણ કરંટ આવ્યો હતો.પણ સમય સૂચકતા વાપરી ત્યાંથી નીકળી જતા જીવ બચી જવા પામ્યો હતો. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક લોખંડનો થાંભલો બદલી સિમેન્ટનો થાંભલો નાખવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.