બનાસકાંઠા જિલ્લાના વડગામમાં એક દાયકાથી બે આંગણવાડી કેન્દ્રના મકાન જર્જરીત હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે આંગણવાડી કેન્દ્રો મકાનના અભાવે છેલ્લા એક દશકાથી માગૅ મકાન વિભાગના જજૅરીત ઓરડામાં બે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.જેથી માસૂમ ભૂલકાંઓ માથે જોખમ ઝળુંબે છે. તાજેતરમાં જ સદરહુ ઓરડામાં પ્રવેશવાના રસ્તા પર જૂના માઢનું બાંધકામ ક્ષતિગ્રસ્ત થયેલ હોઈ બે આંગણવાડી કેન્દ્રોના ભૂલકાં જીવના જોખમે આંગણવાડી કેન્દ્રોમાં આવે છે. દરમિયાન વડગામ ગ્રામ પંચાયતના જાગૃત સભ્ય શતિષભાઈ ભોજકે રજુઆત કરતાં જિલ્લા પંચાયત ડેલીગેટ અશ્વીનભાઈ સક્સેના, તા.ભાજપ ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ જીરાલા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પદાધિકારી પરબતજી ઠાકોર આંગણવાડી કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતાં અને જિલ્લા પંચાયત સહિત માગૅ મકાન વિભાગના મુખ્ય ઇજનેરને રજુઆત કરવામાં આવી હતી. વડગામ તાલુકાના સ્થાનિક, સક્રિય, જાગૃત આગેવાનો બાલકૃષ્ણ જીરાલા, અશ્વિનભાઈ સકસેના વિકાસના કામો તથા પ્રજાની મુશ્કેલી સમયે જાગૃત રહે છે તેમ લોકોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.