અમીરગઢ નજીક માવલ પાસે સર્જાયા બે અકસ્માત
બનાસકાંઠા માં અકસ્માતો ની વણઝાર ચાલી રહી છે. રોજે રોજ અકસ્માતો ના સમાચાર વાયુવેગે પ્રસરતા હોય છે. તેવામાં ગઈ રાતે અને એક આજે સવારે બે અકસ્માતો ની ઘટના સામે આવી છે. અમીરગઢ નજીક માવલ પાસે બે અકસ્માત સર્જાવા પામ્યા છે. એક રાત્રી ના સમયે અને આજે એક વહેલી સવારે એમ અલગ અલગ બે અકસ્માત થવા પામ્યા છે. રાત્રે એક ટ્રક ના ડ્રાઇવરે માવલ પાસે સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાવા પામ્યો હતો. ટ્રક રોડ ની સાઈડ માં પલટી મારી ગયું હતું. અને બીજો અકસ્માત આજે વહેલી સવારે એક બીજો ટ્રક ડિવાઈડર સાથે ટકરાતા એમ બે અકસ્માત સર્જાયા હતા.
અકસ્માત ની જાણ રિક્કો પોલીસ ને થતા રીકો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાત્રે સર્જાયેલા અકસ્માત ના લીધે વહેલી સવારે ફરી અકસ્માત થવા પામ્યો હતો. રાત્રે સર્જાયેલ અકસ્માત ના ટ્રેલર ને કેમ નેશનલ હાઇવે ઓથોરિટી એ આખી રાત કેમ હટાવ્યું નહિ તે ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. સમયસર નેશનલ હાઇવે ઓથોરિટી એ સમયસર ટ્રક ને હટાવી રસ્તો ખુલ્લો કરવાની જરૂર હતી. અકસ્માત થતા લોકો ના ટોલે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ બે અકસ્માત વચ્ચે પણ સદનસીબે અકસ્માત માં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી.